ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL-13 SRH vs RCB: સનરાઇઝર્સ હૈદરાબાદને મેચ જીતવા 164 રનનો લક્ષ્યાંક.. - Sunrisers Hyderabad

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે IPL-13મી સિઝનની ત્રીજી મેચ આજે છે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 13
IPL 13

By

Published : Sep 21, 2020, 6:17 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ન્યૂઝ ડેસ્કઃ IPL-13ની સિઝની ત્રીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ વર્ષ 2016માં ચેમ્પિયન બની હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક પણ વખત ટ્રૉફી પોતાના નામે કરી નથી.

IPL 13ની ત્રીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • કેવો છે બન્ને ટીમનો ઇતિહાસ

SRH આ લીગમાં વર્ષ 2013માં જોડાઇ હતી. ત્યારબાદ તે બે વખત ફાઇનલમાં પહોંચી છે. વર્ષ 2016માં તેમણે RCBને હરાવીને ટ્રૉફી તેમના નામે કરી હતી અને વર્ષ 2018માં ચેન્નઇ સુપરકિંગ્સ સામે હારીને રનર અપ બની હતી. આ સાથે જ વિરાટ કોહલીની ટીમે (RCB) 3 વખત ફાઇનલ મેચમાં જગ્યા બનાવી છે પરંતુ તે એક પણ ટ્રૉફી જીતી શકી નથી.

વર્ષ 2009માં તેમણે ફાઇનલમાં ડેક્કન ચાર્જર્સને, 2011માં ચેન્નઇ સુપરકિંગ્સ અને 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ હારી હતી.

  • બન્ને ટીમમાં છે જબરદસ્ત સ્પિનર્સ

દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં બન્ને ટીમ પાસે સ્ટાર સ્પિનર્સ છે. ડેવિડ વૉર્નરની SRH ટીમમાં અફઘાનિસ્તાની સ્પિરનર્સ રાશિદ ખાન અને મોહમ્મદ નબી છે. આ સાથે જ કોહલીની ટીમમાં સારા સ્પિનર્સનું લિસ્ટ લાંબુ છે. યજુવેન્દ્ર ચહલ સિવાય ટીમમાં પવન નેગી, વૉશિંગટન સુંદર અને એડમ જંપા છે.

  • SRH ટીમ સ્ક્વોડઃ ડેવિડ વૉર્નર, કેન વિલિયમસન, મનીષ પાંડે, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, અભિષેક શર્મા, મિચેલ માર્શ, ફેબિયન એલન, વિજય શંકર, મૌહમ્મદ નબી, રાશિદ ખાન, સંજય યાદવ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીર શર્મા, બિલી સ્ટેનલેક, ટી નટરાજન, શાહબાદ નદીમ, જોની બેયરસ્ટો, ઋદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી.
  • RCB સ્ક્વોડઃવિરાટ કોહલી, મોઇન અલી, યુજવેન્દ્ર ચહલ, પવન દેશપાંડે, એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, એરોન ફિંચ, ગુરકીરત સિંહ માન, મોહમ્મદ સિરાજ, ક્રિસ મોરિસ, પવન નેગી, દેવદત પડીક્કલ, પાર્થિવ પટેલ, જોશ ફિલિપ, શાહબાજ અહમદ, નવદીપ સૈની, ડેલ સ્ટેન, ઇસુરૂ ઉડાના, વૉશિંગટન સુંદર, ઉમેશ યાદવ, એડમ જંપા.
Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details