- આઈપીએલની 13મી સિઝનની આજે 50મી મેચ
- કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે
- પ્લેઓફમાં પહોંચવા બંને ટીમની જીત ખૂબ જરૂરી
અબુધાબીઃ પંજાબે અત્યાર સુધી 12 મેચ રમી છે અને 6 મેચમાં જીત મેળવી છે. જ્યારે પંજાબની ટીમ 6 મેચ હારીને 12 નંબર લઈને ચોથા સ્થાન પર પહોંચી ચૂકી છે. જ્યારે રાજસ્થાને 12 મેચમાંથી 5 મેચમાં જીત મેળવી છે અને 7 મેચમાં હારનો સામનો કર્યો છે. તે 10 નંબર લઈને 7માં સ્થાને છે. બંને ટીમની પ્લેઓફમાં જવાની સંભાવના એક સરખી છે. આ મુકાબલાની ડ્રીમ ઈલેવન ટીમની વાત કરવામાં આવે તો કે. એલ. રાહુલ અને જોફ્રા આર્ચરની પસંદગી નક્કી કરવામાં આવે છે.
આઈપીએલ-2020ઃ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે પંજાબ અને રાજસ્થાન માટે જીત મેળવવી ખૂબ જ જરૂરી
મનદિપ સિંહે કિંગ્સ ઈલેવન પંજાબ માટે મયંક અગ્રવાલની ગેરહાજરીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓ તમારી ડ્રીમ ઈલેવન ટીમ માટે સારો વિકલ્પ સાબિત હોઈ શકે છે. મોહમ્મદ શમી (12 મેચમાં 20 વિકેટ લેનારા) બોલિંગ વિભાગમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે ટ્રમ્પ કાર્ડ રહ્યા છે. જોકે યુવા રવિ બિશ્નોઈ (12 મેચમાં 12 વિકેટ લેનારા)એ પણ તમામને પ્રભાવિત કર્યા છે. રાજસ્થાનની બોલિંગની જવાબદારી જોફરા આર્ચર (12 મેચમાં 17 વિકેટ) પર નિર્ભર છે, જે એક પંજાબના બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.