ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિશ્વકપ પછી IPL વિશ્વની બીજા ક્રમની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ: બટલર - જોસ બટલર

જોસ બટલરે જણાવ્યું કે, IPLએ અંગ્રેજી ક્રિકેટર અને તેની સાથે જોડાયેલા બીજા ક્રિકેટરોના વિકાસમાં મદદ કરી છે. તેમાં કોઈ શંકા નથી.

jos buttler
jos buttler

By

Published : May 24, 2020, 11:59 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

લંડન: જોસ બટલરનું માનવું છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)એ અંગ્રેજી ક્રિકેટના વિકાસમાં મદદ કરી છે. આ સાથે તેને સ્વીકાર્યું કે, આ રસપ્રદ ટી-20 ટૂર્નામેન્ટ આઈસીસી વર્લ્ડ કપ પછીની શ્રેષ્ઠ ટુર્નામેન્ટ છે.

વિશ્વ કપ પછી IPL વિશ્વની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ: બટલર

બટલરે જણાવ્યું કે, આ વર્ષના IPLનો ભાગ બનવાની ઈચ્છા ધરાવે છે. IPL કોવિડ -19 રોગચાળાને કારણે અનિશ્ચિત મુલતવી રાખવામાં આવી છે.

વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડની ટીમના વિકેટકીપર બટલરે બેટ્સમેન IPLમાં બે ફ્રેન્ચાઈઝી ટીમનો ભાગ રહી ચુક્યો છે. બટલર વર્ષ 2016- 17 સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યા બાદ 2018માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો.

બટલરે એક રેડિયો પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આમાં કોઈ શંકા નથી કે IPLએ અંગ્રેજી ક્રિકેટ અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સાથે જોડાયેલા ખેલાડીઓના વિકાસમાં મદદ કરી છે.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details