હૈદરાબાદઃ IPL 2020ના પાંચમી મેચ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ કોલકાતા રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે. એક બાજુ મુંબઈ ઈન્ડિયન્સની આ બીજી મેચ છે તો કેકેઆર પોતાની સફર આ મેચથી શરૂ કરશે.
બંને ટીમનો ઈતિહાસ
દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની ટીમ કેકેઆરએ બે વખત આઈપીએલની ફાઇનલ જીતી છે, જ્યારે રોહિતે પણ તમામ ટીમો કરતા ચાર ગણા વધારે ફાઈનલ જીતીને ટ્રોફી હાંસિલ કરી છે. કેકેઆરએ વર્ષ 2012 અને 2014 માં ગૌતમ ગંભીરની કેપ્ટની હેઠળ ચેમ્પિયનશીપ જીતી હતી, જ્યારે મુંબઈ ટીમ વર્ષ 2013, 2015, 2017 અને 2019 માં વિજેતા રહી છે.
અબુ ધાબીમાં જોવા મળશે રામાંચક મેચ
જ્યારથી કેકેઆર યુએઈમાં આવી ત્યારથી તેને સારી એવી નેટ પ્રેક્ટિસ કરી છે. અબુ ધાબી તેમના ઘરના મેદાન જેવું જ છે. પરંતુ રોમાંચ એટેલે જોવા મળશે કારણ કે મુંબઇ ઇન્ડિયન્સ આ મેદાન પર મેચ રમી ચૂક્યો છે, તેથી તેઓ અહીંની પરિસ્થિતિઓ વિશે જાણે છે. જ્યારે કેકેઆર આ પહેલી મેચ છે.