દુબઈ : કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં આજે આમને-સામને ટકરાશે. બંન્ને ટીમોનું અત્યાર સુધી પ્રદર્શન સાધારણ રહ્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી મેચમાં હૈદરાબાદે પણ જીત હાંસિલ કરવી જરુરી છે. કારણ કે, તેમને ગત્ત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કિંગ્સ ઈલેવન પંજાબની વાત કરવામાં આવે તો તેમની મુખ્ય સમસ્યા બેટિંગની છે. લોકેશ, રાહુલ અને મયંક અગ્રવાલ સિવાય ટીમ પાસે કોઈ અન્ય બેટ્સમેન જોવા મળતા નથી. જે રન કરી શકે. આ બંન્ને બેટ્સમેન અત્યાર સુધીમાં સૌથી વધુ રન કરનાર બેટસ્મેનની યાદીમાં ટોપ 5માં સામેલ છે. પરંતુ આ બંન્ને બાદ અન્ય કોઈ બેટ્સમેન નથી. જે ટીમની જવાબદારી લઈ શકે. કરુણ નાયર, મનદીપ સિંહ, સરફરાજ ખાન, નિકોલસ પૂરન, ગ્લૈન મૈક્સવેલ કોઈ પણ ટીમ માટે અત્યારસુધી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી.
બોલરોમાં મોહમ્મદ શમી અને રવિ બિશ્નોઈ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ અન્ય બોલરોનો સહકાર ન મળતા ટીમ માટે મુશ્કેલી છે. તો સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરવામાં આવે તો હૈદરાબાદની ટીમને મુશ્કેલી ઓછી નથી. તેમના બોલરો ભુવનેશ્વેર કુમાર ઈજાગ્રસ્ત છે. જેથી તે આઈપીએલ બહાર છે. તે ગત્ત મેચમાં પણ રમ્યો ન હતો. બેટ્સમેનમાં જૉની બેયરસ્ટો, ડેવિડ વૉર્નર, કેન વિલિયમ્સન અને મનીષ પાંડે સિવાય કોઈ સારું પ્રદર્શન રહ્યુ નથી.