દુબઈ: ડેવિડ વૉર્નરની કૅપ્ટનશીપવાળી હૈદરાબાદે તેમના ગત્ત મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને હાર આપી હતી. તેની પ્રયાસ જીતનો ક્રમ જાળવી રાખવાનો રહેશે. આ સીઝનની શરુઆતમાં જ દમ દેખાડનારી 2008ની વિજેતા ટીમ ઘીમે-ધીમે તેમનો લક્ષ્યો ખોઈ ચૂકી છે. સતત હારનો સામનો કરી રહી છે.
રાજસ્થાનના બેન સ્ટોક્સે શનિવારના રોજ તેમનો ક્વોરન્ટાઈન પીરિયડ પુરો કરી લીધો છે, પરંતુ શનિવારના દિલ્હી કૈપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મૅચ બાદ સ્મિથે કહ્યું કે, સ્ટોક્સ આગામી મૅચમાં રમશે કે નહીં, તેના પર હજુ કંઈ સપષ્ટ થયું નથી. કારણ કે તેમને પ્રેક્ટિસ કરી નથી.
સ્મિથે કહ્યું કે, સ્ટોક્સે વધુ પ્રેક્ટિસ કરી નથી. તેમનો ક્વોરન્ટીન સમય કાલે પુર્ણ થયો છે. માટે જોવાનું રહેશે કે, તે મૅચ રમે છે કે નહીં. જો સ્ટોક્સ મેદાનમાં ઉતરશે. તો રાજસ્થાન માટે મોટી રાહત હશે. સ્ટોક્સ તેની દેશનો જોફ્રા આર્ચર સાથે મળીને ટીમ માટે મજબુત બૉલિંગ કરશે. પરંતુ જો તે ટીમમાં નહીં આવે તો રાજસ્થાનને નુકસાન થશે.
બૉલિંગમાં ગત્ત મૅચમાં રાજસ્થાને શારજાહા ક્રિકેટ સ્ટેડિયમ જેવા નાના મેદાન પર રમાયેલી મૅચમાં દિલ્હી કેપિટલ્સને મોટા સ્કોર કરવા દીધો ન હતો, તો હવે જોવાનું રહેશે કે, રાજસ્થાનના બોલર તેમનો ક્રમ જાળવી રાખે છે કે કેમ?