દુબઈ :IPL 2020નો 19મી મેચ આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલામાં બંન્ને ટીમ તેમની જીતનો લક્ષ્ય જાળવી રાખવા મેદાને ઉતરશે. બેંગ્લોરની ટીમ તેમના ગત્ત મુકાબલામાં રાજસ્થાનને માત આપી છે. તો દિલ્હીની ટીમે શારજહામાં કોલકતાને હાર આપી હતી. બંન્ને ટીમ તેમના મેચમાં ઑલરાઉન્ડ પરફોમન્સમાં જોવા મળી હતી. RCB માટે ગત્ત મેચમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે ટીમ કેપ્ટન વિરાટ કોહલી પોતાના ફોર્મમાં પરત ફર્યો છે. જે દિલ્હીની ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
રૉયલ ચેલેન્જર બેંગ્લોરે તેમના છેલ્લા મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સને અબુ ધાબીમાં 8 વિકેટે હાર આપી હતી.આ મેચ પહેલા વિરાટનો ફૉર્મ ચિંતાનો વિષય હતો. કારણ કે, વિરાટે 3 મુકાબલામાં માત્ર 18 રન જ કર્યા હતા. વિરાટ સિવાય ટીમના અન્ય બેટ્સમેન એરોન ફિંચ, દેવદત્ત પડિક્કલ અને એબી ડી વિલિયર્સ શાનદાર ફૉર્મમાં છે.
જો દિલ્હી કેપિલ્સની વાત કરવામાં આવે તો તેમની ગણના આઈપીએલની સૌથી સંતુલિત ટીમમાં કરવામાં આવે છે. તેમની પાસે શાનદાર બેટ્સમેનની સાથે સારા ઑલરાઉન્ડર અને બોલરો પણ છે. કોલકતા વિરુદ્ધ ગત્ત મુકાબલામાં પૃથ્વી શૉ અને કેપ્ટન શ્રેયસ અય્યરે અર્ધશતક ફટકારી ટીમને 228 રનના વિશાળ લક્ષ્ય સુધી પહોચાડી હતી. અંતિમ ઑવરમાં રબાડા અને એનરિક નૉર્ટજે શાનદાર બોલિંગ કરી હતી.