અબુ ધાબીઃ કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે મેચ યોજાશે, જેમાં ચાર ખિલાડીઓ રેકોર્ડ કાયમ કરી શકે છે. શેખ ઝાએદ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની મેચ ખૂબ જ રોમાંચક રહેશે. ચાર વખત ચેમ્પિયન બની ચૂકેલી ટીમ મુંબઈને પંજાબનો સામનો કરવો પડશે. પંજાબમાં રાહુલ અને અગ્રવાલનું પ્રદર્શન હાલમાં ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. બંને ટીમ ખૂબ જોશમાં જોવા મળી રહી છે.
કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાયેલી મેચમાં સ્ટિવ સ્મિથે સૌથી વધારે રન માર્યા હતા. જ્યારે 224 રનનો ટાર્ગેટ પણ આપ્યો હતો. જ્યારે ઈશાન કિશનની 99 રનની શાનદાર બેટિંગ પાણીમાં ગઈ હતી. ટાર્ગેટ 224 હોવા છતાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આ લક્ષ્યાંક મેળવવામાં નિષ્ફળ રહી હતી. પંજાબના બોલરોનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસન અને રાહુલ તિવેટિયાએ આખા મેચની તસવીર જ બદલી નાખી હતી. તિવેટિયા ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તિવેટિયાએ પંજાબના પેસ બોલર શેલ્ડોન કોટરેલની ઓવરમાં 5 સિક્સ મારીને બધાના હોશ ઉડાવી દીધા હતા.