હૈદરાબાદ: જોફરા આર્ચર ઇજાના કારણે ઇંગ્લેન્ડના શ્રીલંકાના પ્રવાસ અને IPL- 2020માંથી બહાર થયો છે. IPLમાં રાજસ્થાન રૉયલ્સની ટીમમાંથી રમનાર આર્ચરને કોણીમાં ફેક્ચર થયું છે.દક્ષિણ આફ્રિકા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં આર્ચર એક મેચ રમી શક્યો હતો. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો છે.
ICC (International Cricket Council)એ તેમના ટ્વિટર પર આર્ચરનો ફોટો શેર કરી લખ્યું કે, જોફરા આર્ચર શ્રીલંકા વિરુદ્ધ રમનારી ટેસ્ટ સીરિઝથી બહાર થયો છે, સાથે આઈપીએલમાં પણ ભાગ લેશે નહી. ઈગ્લેન્ડે શ્રીલંકાના પ્રવાસ પર 2 મેચની સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ ટેસ્ટ 19 માર્ચથી શરુ થઈ રહી છે, અને 28 માર્ચથી આઈપીએલ શરુ થઈ રહી છે. આઈપીએલમાં આર્ચર રાજસ્થાન રૉયલ્સની ટીમમાંથી રમે છે.