રોયલ ચૈલેંજર્સ બેંગલોરને શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબને તેમના હોમ ગ્રાઉન્ડમાં 8 વિકેટથી હરાવીને IPL-2019માં પોતાની પ્રથમ જીત હાસિલ કરી હતી. બીજી બાજુ મુંબઈને શનિવારે રાજસ્થાન રૉયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ એક જીત મેળવવા આજે RCB ની MI વિરૂદ્ધ શું રહેશે રણનીતિ, વાંચો અહેવાલ
મુંબઈઃ રોયલ ચૈલેંજર્સ બેંગલોર IPLના ઈતિહાસમાં બીજી એવી ટીમ છે, જેમણે IPL લીગના શરૂઆતના 6 મેંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલોર પહેલા દિલ્હી ડેયરડેવિલ્સ (હાલ દિલ્હી કૈપિટલ્સ)ને 2013માં શરૂઆતમાં 6 મેંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ હાલ સાત મેંચો માંથી ચાર મેંચ જીતીને અને ત્રણ મેંચમાં હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટથી ત્રીજા નંબર પર છે, જ્યારે રોયલ ચૈલેંજર્સ બેંગલોર સાત મેંચો માંથી માત્ર એક જ મેંચ જીતીને સૌથી નીચે આઠમાં નંબર પર બનેલ છે. પંજાબ સામેના મેંચમાં બૈંગલોરના બેસ્ટમેન ફૉર્મ આવ્યા તે મુંબઈ ઈન્ડિયંસ માટે ખતરો ઉભો કરી શકે છે. ખાસ કરીને વિસ્ફોટક બેસ્ટમેન એબી ડિવિલિયર્સ.
ડિવિલિયર્સે 38 બોલમાં 59 રન બનાવીને મૈન ઓફ ધ મેંચ બનેલ હતા. પંજાબ સામે મળેલ 174 રનના લક્ષ્યને માત્ર બે વિકેટ ગુમાવીને હાસિલ કરેલ જીત બાદ બેંગલોરના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. બીજી બાજુ મુંબઈ માટે ચિંતાની વાતએ છે કે, મુંબઈ ઈન્ડિયંસનો કેપ્ટન રોહિત શર્માં ફોર્મમાં નથી. પરંતુ ક્વિંટન ડી કૉક સારા ફોર્મમાં છે. અને તેમણે ગત મેંચમાં હાફસેંચરિ બનાવેલ હતી. તેમણે સાત મેંચમાં 238 રન બનાવી ચૂકેલ છે.