હૈદરાબાદ: કોલકાતાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 108 રન જ બનાવી શકી હતી અને તેમાં પણ એકલા આંદ્રે રસેલનું યોગદાન 50 રન હતા. આ લક્ષ્યને ચેન્નઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગૂમાવીને હાંસલ કર્યું હતુ. ચેન્નઈ આ જીત સાથે જ 10 અંક સાથે પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે તો બીજી તરફ KKR ની ટીમ 8 પોઈન્ટ સાથે બીજા નંબર પર પહોંચી ગઈ છે.
IPL UPDATE: ઓરેન્જ-પર્પલ કેપ અને પોઈન્ટ ટેબલ પર એક નજર - Orange cap
ચેન્નઈમાં રમાયેલી IPL 2019 માં 23 માં મેચ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટરાઈડર્સને 7 વિકેટે પરાજય આપ્યો હતો. તો આ જીત બાદ ચેન્નઈ સુપર કિંગ્સે 10 અંક સાથે પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે. તો આ મેચ બાદ ચલો જોઈએ IPL ના કેટલાક ખાસ આંકડાઓ પર એક નજર...
ડિઝાઈન ફોટો
તો બીજી તરફ આંકડાઓ પર નજર કરીએ તો ઓરેન્જ કેપની રેસમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર સૌથી અગ્રેસર છે. તો પર્પલ કેપ માટે દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડા મોખરે છે.