રોહિતે રવિવારે ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં જ્યારે LBW આઉટ આપવામાં આવ્યો ત્યારે રોહિત શર્મા નિરાશ થઈને નોનસ્ટ્રાઈકરના સ્ટપ પર બેટ માર્યું, જેના કારણે તેમણે IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. રોહિતે IPL આચાર સંહિતાના લેવલ એક ખામી 2.2નો સ્વીકાર કર્યો છે.
IPL 12: રોહિતને સ્ટપ પર બેટ મારવું પડ્યું મોઘું, ભરવો પડશે દંડ - dissent
કોલકાતાઃ મુંબઈ ઈંડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર કોલકતા નાઈટરાઈડર્સની સામે IPLના મેચ દરમિયાન આઉટ થયા પછી સ્ટપ પર બેટ મારવાના કારણે મેચ ફીના 15% દંડ વસુલવામાં આવશે.

રોહિત શર્મા
IPLના પ્રકાશન અનુસાર, "શર્માએ IPL આચાર સંહિતાના લેવલ એક ભૂલ 2.2નો સ્વીકારી લીધો છે અને તેમને દંડ મંજૂર છે."મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ 34 રનથી હાર્યુ હતું. હાર્દિક પંડયાએ 34 બોલમાં 91 રનની તૂફાની પારી રમવા છતાં પણ મુંબઈ KKR સામે હારી હતી. KKR આ અગાઉ સતત 6 મેચ હાર્યું છે.