RCBના ફેને લખ્યું છે કે, જો ડૂલે RCBની સામે ટિપ્પણી કરવાનું બંધ ન કર્યું તે તેઓ માર્યા જશે, અને ફેને એવુ પણ કહ્યું કે, પહેલા શીખીને આવો કે કઈ રીતે કૉમેન્ટ્રી કરવામાં આવે છે.
RCB ફેને આપી IPLના કૉમેન્ટેટેરને જાનથી મારી નાખવાની ધમકી - RCB
હૈદરાબાદઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ પેસર અને કૉમેન્ટેટેર સાઈમન ડૂલને RCBના એક ફેન તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સાઈમને પોતાના ઑફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પર સ્ક્રીનશૉટ શેર કરતા જણાવ્યું કે, તેમને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના એક ફેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
RCB
સાઈમન ડૂલે જવાબ આપતા લખ્યું કે, ધર્મેશ મારાથી ખુશ નથી, અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મને નથી ખબર મેં અવું શું કહ્યું છે. દોસ્ત... આ માત્ર ક્રિકેટની રમત છે.