ત્રણ વખત ચેમ્પિયન બનેલી મુંબઇએ રવિવારે અહીં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPLની 12મી સિઝનની અંતિમ લીગની મેચમાં 2 વખતની ચેમ્પિયન બનેલી કોલકાતા નાઇટ રાઇડર્સને 9 વિકેટથી કારમો પરાજય આપીને ટોચનું સ્થાન મેળવીને લીગનું સમાપન કર્યુ હતું.
મુંબઈ, ચેન્નઈ અને દિલ્હી કેપિટલ્સની 14 મેચ પછી 18-18 પોઇન્ટ્સ છે, પરંતુ સારા રન રેટને લીધે મુંબઈ પ્રથમ, ચેન્નઈ બીજા અને દિલ્હી ત્રીજા સ્થાને રહ્યું છે.
IPL 12: ચેન્નઈ અને મુંબઇ ક્વોલિફાયર-1 માં હશે આમને-સામને - GUJARATI NEWS
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સિઝનમાં ટોચના સ્થાન સાથે મુંબઇ ઇન્ડિયન્સ હવે પ્લેઓફમાં ક્વોલિફાયર-1માં વર્તમાન ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો કરશે.
IPL
જો કે, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા અને કિંગ્સ ઇલેવન પંજાબની 14 મેચ પછી 12-12 પોઇન્ટ્સ હતા, પરંતુ સારો રનરેટ હોવાને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી ગઇ.
પ્લેઓફમાં હૈદરાબાદને બુધવારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમવું પડશે. પ્રથમ ક્વોલિફાઇંગ ટીમ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારી ગયેલી ટીમ બીજા ક્વોલિફાયર સાથે 10 મેના રોજ એલિમિનેટરના વિજેતા સામે રમશે. ફાઇનલ 12 મી મેના દિવસે રમાશે.