કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પોતાની પ્રથમ મેચમાં 'માંકડિંગ વિવાદ'ને પાછળ છોડીને ઈડન ગાર્ડન મેદાનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ થનારી પોતાના બીજા મેચમાં જીતને કાયમ રાખવા માગે છે.
મેચમાં એક તરફ જ્યાં કોલકાતા પાસે રસેલ હશે, તો બીજી તરફ પંજાબ પાસે પણ રસેલની ટીમના રાષ્ટ્રીય ટીમના સાથી ક્રિસ ગેલ હશે. જેમણે પ્રથમ મેચમાં 47 બોલમાં 79 રનની તોફાની ઈનિંગ રમી હતી.
બોલિંગમાં પંજાબ ટીમ ફરીથી સૈમ કુરેન, મુજીબ ઉર રહમાન અને અંકિત રાજપૂત પાસેથી સારા દેખાવની અપેક્ષા હશે, જેણે અંતિમ મેચની હેથ ઓવરમાં સારી બોલિંગ કરતી 2-2 વિકેટ ઝડપી હતી.
જો બંને ટીમની વાત કરીએ તો,
કોલકાતા
દિનેશ કાર્તિક (કેપ્ટન), સુનીલ નરેન, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, જો ડેન્લી, લકી ફર્ગ્યુસન, ક્રિસ લીન, રોબિન ઉથપ્પા, હેરી ગર્નલે, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા, નીતિશ રાણા, સંદીપ વોરિયર, કેસી કરિયપ્પા, શુભમન ગિલ, શ્રીકાંત મુંધે, નિખિલ નાઇક, પૃથ્વીરાજ અને પ્રસિદ્ધકૃષ્ણા
પંજાબ
લોકેશ રાહુલ, ક્રિસ ગેઇલ, એન્ડ્રુ ટાઇ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મુજીબ ઉર રહેમાન, કરૂણનાયર, ડેવિડ મિલર, રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), મોઇસિસહેન્રીક્સ, નિકોલસ પુરણ, વરુણ ચક્રવર્તી, સેમ કુરેન, મોહમ્મદ શમી, સરફરાઝ ખાન, હરડસવિલોજેન, અર્શદીપ સિંહ, દર્શન નાલકંડે, પ્રભસિમરનસિંહ, અગ્નિવેશઅયાચી, હરપ્રીત બરાડઅને મુરુગન અશ્વિન.