ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL ક્વૉલિફાયર-2: ચેન્નઈ સુપર કિંગ્સની શાનદાર જીત, ફાઈનલમાં આપશે મુંબઈને ટક્કર - qualifier-2

વિશાખાપટ્ટણમઃ IPL-12 સિઝનની ક્વોલિફાયર-2નો મુકાબલો સાંજે વિશાખાપટ્ટણમ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) વચ્ચે હતો. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે ડેલ્હી કેપિટલને હરાવ્યું છે અને હવે તે રવિવારે હૈદરાબાદ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલ મેચ રમશે.

IPL

By

Published : May 10, 2019, 7:50 PM IST

Updated : May 10, 2019, 11:27 PM IST

દિલ્હી કેપિટલે પ્રથમ બેટીંગ કરતા રિસભ પંથના સર્વાધિક 38 રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને 148 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં ફેટ ડુ પ્લેસીસ અને શેન વોટસેનની અર્ધ સતકની મદદથી CSKએ DCને 6 વિકેટથી હરાવ્યું છે.

ચેન્નઈ સુપર કિંગ્સની શાનદાર જીત

અગાઉ એલિમિનેટરની એલિમેટર મેચમાં દિલ્હીએ સનરાઈઝર હૈદરાબાદને 2 વિકેટથી હરાવ્યું હતું. જેથી IPLના ઈતિહાસમાં દિલ્હીએ પહેલીવાર પ્લેઓફમાં જીત મેળવી હતી. આજે ટકરાવનાર બંને ટીમમાં દિલ્હીની સરખામણીએ ચેન્નાઈ વધુ મજબૂત છે. બીજા ક્વાલિફાયર મુકાબલામાં દિલ્હી સામે ચેન્નાઈએ ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે દિલ્હીને આમંત્રણ આપ્યું છે. ચેન્નાઈએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. જેમાં મુરલી વિજયની જગ્યાએ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને તક આપી છે. જ્યારે દિલ્હીએ પોતાની ટીમમાં કોઈ જ બદલાવ કર્યો નથી.

દિલ્હીને આજે ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવવા ભારે મહેનત કરવી પડશે. જે બાદ જ પોતાની પહેલી આઈપીએલ ફાઈનલમાં પહોંચવાનો રસ્તો સ્પષ્ટ થશે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રણ વાર ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સઅપ બન્યું છે.

Last Updated : May 10, 2019, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details