IPL 2019ની પહેલી મેચ IPLમાં ત્રણ વખત વિજેતા ટીમ ચેન્નઇ અને કોહલીની બેંગલોર વચ્ચે રમાઇ રહી છે. આ પહેલા IPL 12નો રંગારંગ સાથે શુભારંભ થયો હતો. IPL 12ની આ પહેલી મેચ છે.
IPL 12: ચેન્નઇ સુપર કિંગ્સ ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો કર્યો નિર્ણય - Channai
સ્પોર્ટસ ડેસ્કઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના 12ની પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચૈલેંજર્સ બૈંગલોર વચ્ચે એમ.એ.ચિંદબરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ચેન્નઇના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
CSKvsRCB
IPLમાં પહેલી વાર ચૈન્નઇ અને બૈગ્લોર વચ્ચે શુભારંભ મેચ રમાવા જઇ રહી છે. IPL 12 પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ પહેલા થઇ રહ્યો છે. 23 માર્ચે રોજ IPL 12ની શરૂઆત થઇ છે. જ્યારે 12 મેના રોજ ફાઇનલ મેચ રમાશે. જ્યારે વર્લ્ડ કપ 30થી 14 જૂલાઇ વચ્ચે ઇગ્લેંડમાં રમાવામાં આવશે.
IPL 12ની ઓપનિંગ સેરેમનીમાં ખર્ચ થનારા 20 કરોડ રૂપિયા BCCIએ પુલવામામાં શહેદ થયેલા જવાનોના પરીવારેને આપ્યા છે.