જ્યાં સુધી રેર્કોડની વાત છે તો બેંગલુરૂએ એમ.એ ચિદંબરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં સાત મેચ રમ્યા છે. જેમાં છ મેચમાં હાર મળી છે. ચેન્નઈ અને બેંગલુરૂએ અત્યાર સુધીમાં એક બીજા સામે 22 મેચ રમી ચુક્યા છે. જેમાં સાત મેચ માં જ બેંગલોરને જીત મળી છે. ગત સીઝનમાં બંન્ને ટીમોએ પોતાની છેલ્લી મેચ પુને ખાતે રમી હતી. જેમાં ચેન્નઈએ બાજી મારી હતી. બેંગલુરુ માટે સારા સમાચાર એ છે કે તેમના વિસ્ફોટક બેટ્સમેન અબ્રાહમ ડિવિલિયર્સ ફિટ છે.
IPL-12 : પહેલા મેચમાં બેંગલુરૂનો મુકાબલો ચેન્નઈ સાથે - Bangalore
બેંગલુરૂ: વિરાટ કોહલીની કપ્તાનીમાં રોયલ ચૈલેંજર્સ બેંગલોર આજથી શરૂ થઈ રહેલા ઈન્ડીયન પ્રીમિયર લીગની 12મી સીઝનના પહેલા મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેંમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે એમ.એ ચિદંબરમ સ્ટેડિયમમાં પોતાનો પડકાર આપશે. ધોની ભલે ભારતીય ટીમના પુર્વ કપ્તાન હોય પરંતુ તે પોતાના ચાહકો માટે ભગવાનથી આછો નથી. ઘરેલુ મેદાન હોવાના કારણે પહેલો મેચ પુરી રીતે 'યલ્લો નાઈટ' થવાની સંભાવના છે.
ઉપરાંત તેમની પાસે શિમરોન હેટમેયર પણ છે. ચેન્નઈ પાસે દિપક ચહર જેવો બોલર છે. જેને ગત સિઝનના આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી ભારતીય ટિમમાં સ્થાન બનાવ્યુ હતું. તે ઉપરાંત તેમની પાસે સુરેશ રેના અને કેદાર જાદવ જેવા પાર્ટ ટાઈમ સ્પિનર પણ છે. બેટ્સમેનમાં જો બેંગલોર પાસે તેનું રન મશીન કોહલી છે. તો ચેન્નઈ પાસે અનુભવી ધોની છે.
ધોનીએ બેંગલુરૂ સામે અત્યાર સુધીમાં 710 રન બનાવ્યા છે. જે બેંગલુરૂ સામે ચેન્નઈના કોઈ પણ બેટ્સમેન કરતા સૌથી વધુ રન છે. પુલવામાં આતંકી હુમલાના કારણે આ વખતે IPLનું ઉદઘાટન સમારોહ નહી થાય અને તેના પર ખર્ચ થનાર પૈસા હુમલામાં શહીદોના પરિવારોને આપવામાં આવશે.