આ સિઝનમાં ચૈન્નઈ સુપર કિંગની ટીમ વધુ એક વખત ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળ થઈ છે. ચૈન્નઈ સુપર કિંગે 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018 અને 2019માં ફાઈનલમાં પહોંચી છે. જ્યારે 2010, 2011 અને 2018માં તેણે IPL પોતાના નામે કરી છે.
હરભજન સિંહ IPLમાં 150 વિકેટ લેનાર ત્રીજા ભારતીય ક્રિકેટર
વિશાખાપટ્ટનમઃ IPL સિઝન 2019માં બીજી ક્વૉલિફાયર મેચમાં ચૈનઈ સુપર કિંગે દિલ્હીને 6 વિકેટે હરાવી ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. બીજી તરફ આ પારીમાં રદરફોર્ડની વિકેટ લેતા જ હરભજનસિંહે IPLમાં 150 વિકેટ લેવાવાળા ચોથા બોલર બની ગયા છે.
હરભજનના નામે 150 વિકેટનો રેકૉર્ડ
હરભજનસિંહ IPLમાં 150થી વધારે વિકેલટ લેનારા ત્રીજા ભારતીય બોલર બની ગયા છે. આ પહેલા અમિત મિશ્રા અને પીયુષ ચાવલા આ રેકોર્ડ બનાવવામાં સફળ થયા હતા. અમિત મિશ્રાની IPLમાં 157 વિકેટ છે, જ્યારે પીયુષ ચાવલાની 150 વિકેટ છે. હરભજનસિંહે ગત્ રોજ રમાયેલા ક્વોલિફાયર-2ની મેચ દરમિયાન રદરફોર્ડની વિકેટ ઝડપતાની સાથે જ આઈપીએલની પોતાની સફરમાં 150 વિકેટોનો રેકર્ડ પોતાને નામ કરી લીધો છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર
ખેલાડી | મેચ | વિકેટ |
લસિથ મલિંગા | 121 | 169 |
અમિત મિશ્રા | 147 | 157 |
હરભજનસિંહ | 159 | 150 |
પિયુષ ચાવલા | 157 | 150 |