દિલ્હીએ રવિવારે IPLના એક મેચમાં રૉયલ ચૈલેન્જર્સ બૈંગલોરને પોતાના હોમ ગ્રાઉન્ડ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં 16 રનથી હરાવીને 7 વર્ષ પછી પ્લેઑફમાં જગ્યા મેળવી લીધી છે. દિલ્હીએ 2012 પછી પ્રથમ વખત પ્લેઑફમાં પ્રવેશ મેળવ્યો છે.
મિશ્રાએ મેચ પછી કહ્યું કે, "દિલ્હીનું પ્લેઑફમાં પહોંચવું ખુબ મોટી સફળતા છે. ખાસ કરીને ત્યારે જ્યારે ટીમ ગત પાંચ-સાત વર્ષથી પ્લેઑફ માટે ક્વોલિફાઈ કરી શકતી ન હતી. હું ટીમ સાથે ગત ત્રણ વર્ષથી રમી રહ્યો છું અને આ વર્ષે ટીમે કોલીફાઈલ થવાથી ખુબ સારૂં લાગી રહ્યું છે.”
મિશ્રાએ વધુમાં કહ્યું કે, "ટીમ ખુબ જ સારૂં પ્રદર્શન કરી રહી છે. ખેલાડીઓનું એકબીજા સાથે તાલમેલ ખુબ જ સારૂં છે. બધા અકબીજાને સપોર્ટ કરી રહ્યા છે, જે ઘણી સારી વાત છે. સૌથી સારી વસ્તુ મેદાનમાં કરીએ છીએ, જે ખૂબ જ જરૂરી છે. આ ફોર્મેટમાં સમય ઘણો લાગે છે. આ ફોર્મેટમાં રિકવરી કરવામાં ઘણો સમય લાગે છે, આ ફોર્મેટમાં રિકવરી કરવી ખુબ જ મુશ્કિલ હોય છે. પ્રયત્ન કરવામાં આવે છે કે, ઓછામાં ઓછી ભૂલો કરીએ અને મુખ્ય વસ્તુ પર ધ્યાન આપવામાં આવે.”