જો કે, હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂરિયાત હતી. ઓવર નાખવા માટે હાર્દિક પંડ્યા આવ્યો જ્યારે સામે પીચ પર હતા મોહમ્મદ નબી અને મનીષ પાંડે હતા. નબીએ પ્રથમ બોલ પર 1 રન લીધો. બીજા બોલમાં પાંડેએ 1 રન મેળવ્યો. જ્યારે ત્રીજા બોલ પર નબીએ લોન્ગ ઓનની ઉપરથી સિક્સર લગાવી હતી. ચોથા બોલ પર નબીએ ફરી હવાઈ શોટ લગાવ્યો, પરંતુ આ વખતે બોલ સીધો સૂર્યકુમારના હાથમાં ગયો હતો અને તેઓએ 20 બોલમાં 31 રન બનાવ્યા.
પાંચમા બોલ પર મનીષ પાંડેએ 2 રન બનાવ્યા અને અંતિમ બોલ પર જીત માટે 7 રનની જરૂરિયાત હતી, પરંતુ તે વખતે તેણે લોન્ગ ઓન પર સિક્સર લગાવીને મેચને ટાઈ કરી હતી. આ સાથે જ આ ટાઈ મેચ IPL 2019 ની બીજી ટાઈ મેચ છે. આની પહેલા પર કોલકાતા નાઈટરાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પણ ટાઈ થઈ હતી જેમાં દિલ્હીએ બાજી મારી હતી.
સુપર ઓવર:
હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરી...
પ્રથમ બોલ- જસપ્રીત બુમરાહે ઓફ સાઈડની બાહર બોલ ફેક્યો. જેમાં હૈદરાબાદના મનીષ પાંડેએ શોટ રમ્યો, પરંતુ બીજા રન લેવામાં તેઓ રન આઉટ થઈ ગયો હતો. હવે હૈદરાબાદ પાસે એક જ વિકેટ બચી હતી.
બીજો બોલ- માર્ટિન ગપ્ટિલ પીચ પર આવ્યો અને 1 રન લીધો.
ત્રીજો બોલ- બુમરાહે શોર્ટ બોલ ફેંકી અને મોહમ્મદ નબીને લેગ સાઈડ પર એક શાનદાર સિક્સર લગાવી દીધી.