ગુજરાત

gujarat

ETV Bharat / sports

WTC ફાઈનલ માટે Team India ની જાહેરાત, જાણો ક્યા ખેલાડીઓને મળ્યું સ્થાન - Team India

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ના ફાઈનલ્સ માટે Team India ની જાહેરાત કરવામાં આવી છે.

WTC ફાઈનલ માટે Team India ની જાહેરાત
WTC ફાઈનલ માટે Team India ની જાહેરાત

By

Published : Jun 15, 2021, 8:11 PM IST

  • WTC ફાઈનલ માટે Team India જાહેર
  • સાઉથૈમ્પટન ખાતે યોજાશે ફાઈનલ મુકાબલો
  • 18થી 22 જૂન દરમિયાન યોજાશે રસપ્રદ મેચ

હૈદરાબાદ : ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ યોજાવા જઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે Team India ની જાહેરાત કરવામાં આવી છે. સાઉથૈમ્પટન ખાતે 18થી 22 જૂન દરમિયાન યોજાનાર મુકાબલા માટે સ્ક્વોડમાં 15 ખેલાડીઓને જગ્યા મળી છે.

કુલ 25 ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે

ભારતીય ટીમ 25 ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે છે. જેમાં 5 ખેલાડીઓ સ્ટેન્ડ બાય પર છે. 15 સભ્યોની Team India માં 2 સ્પિનર્સ, 5 ફાસ્ટ બોલર્સ, 2 વિકેટ કિપર્સ અને 6 બેટ્સમેનનો સમાવેશ થાય છે. હવે આ પૈકીના 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારવામાં આવશે.

WTC ફાઈનલ માટે Team India

  • બેટ્સમેન - શુભમન ગીલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી
  • ફાસ્ટ બોલર્સ - ઈશાંત શર્મા, મો. સિરાજ, મો. શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
  • સ્પિનર્સ - રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા
  • વિકેટ કિપર્સ - ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા

ABOUT THE AUTHOR

...view details