- ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટર્સનો જંગ
- બંને ટીમ આજથી 3 મેચની ટી-20 રમશે
- બંને ટીમ મજબૂત ફોર્મમાં છે
હૈદરાબાદ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women Cricketers ) ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ સામે 7 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં (T20 International Series) જીત મેળવવા મેદાનમાં ઉતરશેે. કેપ્ટન હરમનપ્રીત કૌરની વાપસીથી ટીમ મજબૂત બની છે. અંગૂઠાની ઈજાના કારણે હરમનપ્રીત વનડે શ્રેણી અને ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમી શકી ન હતી પરંતુ હવે તે ફિટ છે. તેના પરત આવવાથી ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન મજબૂત થઈ છે. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી પણ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે.
Indian women Cricketers ની શાનસ્મૃતિ મંધાના આક્રમક ફોર્મમાં
ઓસ્ટ્રેલિયન પ્રવાસના છેલ્લા તબક્કા પહેલાં સ્મૃતિ મંધાના (Smriti Mandhana ) આત્મવિશ્વાસથી ભરપૂર છે. સ્મૃતિએ થોડા દિવસો પહેલાં જ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ વરિષ્ઠ બેટ્સમેન ચોક્કસપણે તે ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે, જોકે બે ફોર્મેટ વચ્ચે ઘણો તફાવત છે.
Team Australiaપણ મજબૂત છે
ઓસ્ટ્રેલિયા પાસે ઘણા ઓલરાઉન્ડર છે જેથી તે પણ આ ફોર્મેટમાં ખૂબ જ મજબૂત દેખાય છે. ભારત તેને કઠિન પડકાર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. છેલ્લાં કેટલાક સમયથી ભારતને ટી -20 માં અનુભવી બોલર ઝૂલન ગોસ્વામીનો ટેકો નથી પરંતુ મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર અને શિખા પાંડે જેવા બોલરોએ સારો દેખાવ કર્યો છે. બેટિંગમાં ભારતની નજર મિડલ ઓર્ડરમાં વિકેટકીપર ઋચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા પર પણ રહેશે.