- ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ટી-20 મેચ
- છેલ્લી મેચ 2012-13માં રમાઇ હતી
- પાકિસ્તાની ન્યુઝ પેપરે આપી જાણકારી
કરાચી: કટ્ટર પ્રતિધ્વંધી રહેલા પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરી એક વાર ક્રિકેટ મેચ રમાઇ શકે છે .આ વર્ષે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ શકે છે. પાકિસ્તાની ઉર્દુ ન્યુઝ પેપરના એક રીપોર્ટ અનુસાર, બંન્ને દેશો આ વર્ષે ટી-20ની એક નાની સિરીઝ રમી શકે છે. ન્યુઝ પેપરના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાન પોતાના પાડોશી દેશ ભારત સાથે એક દ્વપક્ષિય સિરીઝ રમી શકે છે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ તૈયારો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ પહેલા તો આ બાબતે બોલવા પર ના પાડી હતી પણ પછી તેમણે કહ્યું હતું કે તેઓને આ વિશે તૈયારીઓ કરવા કહ્યું છે.
આ પણ વાંચો :સુરતમાં આજે રમાશે પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, ઈન્ટરનેશનલ વિમેન્સ ક્રિકેટ સિરિઝમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે થશે મુકાબલો
6 દિવસમાં 3 મેચ રમાશે
સુત્રોએ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર 3 મેચોની ટી-20 રમાશે જેના માટે 6 દિવસની તલાશ કરવામાં આવી રહી છે.છાપાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો સિરીઝ રમાઇ તો ભારતીય ટીમ પાકિસ્તાન જશે કારણ કે ગયા વખતે 2012-13માં જ્યારે બે દેશો વચ્ચે મેચ રમાઇ હતી ત્યારે પાકિસ્તાન ભારત ગયું હતું.
આ પણ વાંચો :ICCએ યુએઈના ખેલાડીઓ નાવિદ અને શૈમન પર આઠ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો
PBCના ચેરમેને કરી સ્પષ્ટતા
જોકે PBCના ચેરમેન એહસાન મનીએ કહ્યું છે કે આ સિરીઝને લઇને કોઇ પણ વ્યક્તિએ તેમનો સંપર્ક નથી કર્યો અને આ બાબતે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે વાત પણ નહીં થઇ.નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13 પછી કોઇ પણ મેચ નથી રમાઇ. પરંતુ બંન્ને ટીમો ICCની મેચો એક બીજાની સામે રમતી રહી છે.