- નંબર-1 વનડે બેટ્સવુમન બની મિતાલી
- મિતાલીએ સતત પાંચમી અડધી સદી ફટકારી
- દીપ્તિ શર્મા બોલર્સમાં ચોથા નંબરે
- ICCએ જાહેર કર્યા રેન્કિંગ
હૈદરાબાદ: ICCએ મંગળવારના મહિલાઓની રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય કેપ્ટન મિતાલી રાજ એકવાર ફરી ટોચ પર આવી છે. મિતાલી એક સ્થાનના ફાયદા સાથે બેટ્સવુમનની યાદીમાં પહેલા નંબર પર પહોંચી ગઈ છે.
પાંચમાં સ્થાને ન્યુઝીલેન્ડની પૂર્વ કેપ્ટન એમી સૈથેર્વેટ
ઉલ્લેખનીય છે કે નવા રેન્કિંગમાં મિતાલી 762 પોઇન્ટ્સની સાથે પહેલા સ્થાન પર તો લિજલી બીજા સ્થાને સરકી છે. આ ઉપરાંત ત્રીજા સ્થાને એલિસા હિલી, ચોથા સ્થાન પર ટેમી બાઉમેંટ અને પાંચમાં સ્થાને ન્યુઝીલેન્ડની પૂર્વ કેપ્ટન એમી સૈથેર્વેટ છે.
મહિલા બોલરોમાં દીપ્તિ શર્મા ચોથા સ્થાને
મહિલા બોલરોમાં ભારતીય બોલર દીપ્તિ શર્મા એક સ્થાનના ફાયદા સાથે ચોથા નંબર પર પહોંચી ગઈ છે. તેમણે કેરિબિયાઈ બૉલર સ્ટેફની ટેલરની જગ્યા લીધી છે. ટેલર હવે એક સ્થાનના નુકસાન સાથે પાંચમા સ્થાન પર સરકી ગઈ છે. આ રેન્કિંગમાં ઑસ્ટ્રેલિયન સ્ટાર ઑલરાઉન્ડર એલિસી પેરી ટોચ પર યથાવત છે.
મિતાલી રાજે 20 હજાર રનના આંકડાને પાર કર્યો
ઉલ્લેખનીય છે કે મંગળવારના મિતાલી રાજે ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી વનડેમાં અડધી સદી ફટકારી હતી. આ તેની સતત પાંચમી અડધી સદી હતી. આ દરમિયાન તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 20 હજાર રનનો આંકડો પણ પાર કરી લીધો છે.
વધુ વાંચો: IPL 2021 2.0: આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની થશે ટક્કર, ચોથા સ્થાન પર પહોંચવા બંને ટીમ પાસે તક
વધુ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમનું 1 વર્ષનું શિડ્યૂલ જાહેર, અમદાવાદ અને રાજકોટને પણ મળી ઇન્ટરનેશનલ મેચ