જોહાનિસબર્ગ: ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રેક્ટિસ ( IND vs SA Test) કરવા માટે મેદાનમાં ઉતરી હતી અને સાથે જ 3 જાન્યુઆરીથી વાન્ડર્સ ખાતે રમાનારી બીજી ટેસ્ટની તૈયારીઓ શરૂ કરી હતી. સુપરસ્પોર્ટ પાર્ક ખાતેની પ્રથમ ટેસ્ટ 113 રને જીતીને ભારત સીરિઝમાં 1-0થી આગળ છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમે સેન્ચુરિયન ખાતે ટેસ્ટ જીતનારી પ્રથમ એશિયન ટીમ બનીને ટેસ્ટ ક્રિકેટમાં યાદગાર 2021નો અંત કર્યો.
BCCIએ ભારતીય ટીમની પ્રેક્ટિસનો વીડિયો પોસ્ટ કર્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બુલરિંગ ખાતે ભારતીય ટીમની પ્રેક્ટિસનો 32 સેકન્ડનો વીડિયો (team india practice session) પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, "અમે બીજી ટેસ્ટની તૈયારી કરવા ધ વન્ડર્સમાં છીએ. નવો દિવસ, નવું વર્ષ અને નવી શરૂઆત."
વીડિયોમાં ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ સિનિયર બોલર ઈશાંત શર્મા બોલિંગ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોનો અંત કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ સાથે થયો હતો, ત્યારબાદ હેડ કોચ રાહુલ દ્રવિડે ટોપ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા સાથે વાતચીત કરી હતી.
ભારતનો 1991થી દક્ષિણ આફ્રિકાના વાન્ડર્સમાં પ્રભાવશાળી રેકોર્ડ