- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટનો આજે અંતિમ દિવસ
- ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો પડકાર, વિના વિકેટે 77 રન બનાવી લીધા
- ભારતે બીજી ઇનિંગમાં 466 રન બનાવ્યા
લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલના મેદાનમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનો આજે છેલ્લો દિવસ છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 291 રનની જરૂર છે. ઇંગ્લેન્ડે વિના વિકેટે 77 રન બનાવી લીધા છે. આ પહેલા શાર્દુલ ઠાકુરના (60) અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના (50) રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારના બીજી ઇનિંગમાં 466 રન બનાવીને જીત માટે 368 રનનો પડકાર આપ્યો. દિવસની રમત પૂર્ણ થવા સુધી ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં વિના વિકેટે 77 રન બનાવ્યા છે. હજુ પણ તેને જીતવા માટે 291 રનની જરૂર છે.
અજિંક્ય રહાણે ફરી નિષ્ફળ, પંતે બનાવ્યા 50 રન
સ્ટંપ્સ સુધી રોરી બર્ન્સ 108 બૉલમાં 2 ચોગ્ગાની મદદથી 31 રન અને હસીબ હમીદ 85 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી 42 રન બનાવીને ક્રીઝ પર છે. દિવસની રમત ખત્મ થવા સુધી બીજી ઇનિંગમાં ઑલઆઉટ કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી. આ પહેલા ભારતે ચોથા દિવસે 3 વિકેટ પર 270 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. જાડેજા વધારે ટક્યો નહીં અને તે 59 બૉલમાં 17 રન બનાવીને આઉટ થયો. જાડેજા બાદ અજિંક્ય રહાણે કોઈપણ રન બનાવ્યા વગર ક્રિસ વૉક્સનો શિકાર બન્યો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીનો સાથ આપવા માટે ઋષભ પંત આવ્યો. લંચ બ્રેકની ઠીક પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો અને વિરાટ કોહલી મોઈલ અલીની ઑવરમાં આઉટ થયો. કોહલીએ 96 બૉલમાં 44 રન બનાવ્યા.