- ઑવલના મેદાનમાં પણ ઘૂસ્યો જાર્વો, બેયરસ્ટોને માર્યો ધક્કો
- લંડન પોલીસે હુમલાની શંકામાં જાર્વોની ધરપકડ કરી
- ભારત-ઇંગ્લેન્ડની વર્તમાન સીરીઝમાં ત્રીજીવાર મેદાનમાં ઘૂસ્યો જાર્વો
લંડન: પિચ ઇનવેડર જાર્વોનું અસલી નામ ડેનિયલ જાર્વિસ છે. શુક્રવારના ધ ઑવલમાં ચોથી ટેસ્ટના બીજા દિવસ દરમિયાન ઇંગ્લેન્ડના બેટ્સમેન જૉની બેયરસ્ટોની સાથે મેદાન પર ટક્કર માર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. લૉર્ડ્સ અને હેડિંગ્લે બાદ આ ત્રીજીવાર હતું જ્યારે જાર્વો વર્તમાન ટેસ્ટ સીરીઝમાં ક્રિકેટના મેદાન પર ઉતર્યો.
આ વખતે બોલિંગ કરતો જોવા મળ્યો જાર્વો
જાર્વિસ એક યૂટ્યૂબર પ્રેન્કસ્ટર છે, જેની ચેનલ 'જાર્વો69 ઉર્ફે BMWજાર્વો' છે અને તેના 127,000 સબ્સક્રાઇબર્સ છે. પહેલા સત્રમાં ઇંગ્લેન્ડની ઇનિંગની 34મી ઑવરમાં વૉક્સહૉલ એન્ડથી બૉલ હાથમાં લઇને ક્રિકેટના મેદાન પર દોડ્યો. તે ઑલી પોપને બૉલિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ નૉન સ્ટ્રાઇક એન્ડ પર તે બેયરસ્ટો સાથે ટકરાઈ ગયો. બેયરસ્ટો ઘણો જ ગુસ્સામાં હતો અને તેણે ખુદને જાર્વોથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો. જાર્વોના આ એક્ટને લોકોએ ઘણો જ વખાણ્યો. છેલ્લે સ્ટેડિયમમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા જાર્વોને મેદાન બહાર લઈ જવામાં આવ્યો. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એમ્પાયર એલેક્સ વ્હાર્ફ અને રિચર્ડ ઇલિંગવર્થની સાથે વાત કરી.