- દ્રવિડનું સમજણ ઉપયોગી સાબિત થશેઃ અશ્વિન
- અશ્વિને કહ્યું કે, હું પણ રાહુલ ભાઈ સાથે યોગદાન આપવા માંગુ છું
- 2023 વર્લ્ડ કપ સુધી નેશનલ ક્રિકેટ એકેડમીના વડા દ્રવિડ જવાબદારી સોંપવામાં આવી
દુબઈ: ભારતના અનુભવી ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને(Ravichandran Ashwin) રાહુલ દ્રવિડની મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવાના નિર્ણયને આવકારતા કહ્યું છે કે તેમની પાસે ક્રિકેટનું પુષ્કળ જ્ઞાન છે જે ઉપયોગી સાબિત થશે. નેશનલ ક્રિકેટ એકેડમી(National Cricket Academy)ના વડા તરીકે ફરજ બજાવતા દ્રવિડને 2023 વર્લ્ડ કપ સુધી આ જવાબદારી સોંપવામાં આવી છે.
અશ્વિને દ્રવિડ વિશે શું કહ્યું...
અશ્વિને મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "રાહુલ ભાઈને ક્રિકેટનું ઘણું જ્ઞાન છે. તેણે NCA અને ઈન્ડિયા A ટીમ સાથે પણ કામ કર્યું છે. તે જાણે છે કે શું કરવું જોઈએ. તે બધા યુવા ખેલાડીઓને જાણે છે. અને હું તેની રાહ જોઈ રહ્યો છું. હું પણ તેની સાથે યોગદાન આપવા માંગુ છું."
અશ્વિને પરિવારને ક્રેડિટ આપી