- કપિલ દેવે 25 ટેસ્ટમાં પૂરી કરી હતી 100 વિકેટ
- બુમરાહ પાસે કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક
- બુમરાહે 22 ટેસ્ટમાં ઝડપી છે 95 વિકેટ
નવી દિલ્હી: બુધવારના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લીડ્સમાં શરૂ થશે. આ મેચ ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ માટે ખાસ બની શકે છે. તેઓ માત્ર 100 વિકેટથી 5 વિકેટ દૂર છે. બુમરાહ 22 ટેસ્ટ મેચમાં 95 વિકેટ ઝડપી ચૂક્યો છે અને જો તે લીડ્સમાં ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનનને આઉટ કરી દેશે તો તે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી શકશે. સૌથી ઝડપી 100 વિકેટ લેનારો ઝડપી બોલર બનશે.
ભારતમાં 100થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા ખેલાડીઓ
જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પેસ બોલર બની શકશે. કપિલ દેવની વાત કરીએ તો તેણે 25 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવતાની સાથે જ બુમરાહ મનોજ પ્રભાકર (96 વિકેટ) અને વેંકટેશ પ્રસાદ (95 વિકેટ)ને પાછળ છોડી દેશે. ભારત માટે અત્યાર સુધી 7 બોલરો ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે. આ યાદીમાં કપિલ દવે, ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, કરસન ધાવરી, ઈરફાન પઠાણ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. ઓવરઓલ ભારત માટે ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં અનિલ કુંબલે ટોપ પર છે. તેના નામે 619 વિકેટ છે. જ્યારે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે પોતાની 18મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ પણ વાંચો:BCCI દ્વારા વાર્ષિક કરારની જાહેરાત, વિરાટ, રોહિત અને બુમરાહ ટોપ ગ્રેડમાં શામેલ, મળશે 7-7 કરોડ રૂપિયા
ટેસ્ટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર
- અનિલ કુંબલે 132 ટેસ્ટ મેચ 619 વિકેટ
- કપિલ દેવ 131 ટેસ્ટ મેચ 434 વિકેટ
- હરભજન સિંહ 103 ટેસ્ટ મેચ 417 વિકેટ
- આર.અશ્વિન 79 ટેસ્ટ મેચ 413 વિકેટ
- ઈશાંત શર્મા 103 ટેસ્ટ મેચ 311 વિકેટ
- ઝહીર ખાન 92 ટેસ્ટ મેચ 311 વિકેટ