લંડન : ભારતના ઝડપી બોલર ઉમેશ યાદવ ઈજામાંથી (Umesh Yadav injured) સાજો થઈ શક્યો નથી, જેના કારણે તેને બાકીની કાઉન્ટી સિઝનમાં (Injury rules out Umesh Yadav County season) થી બહાર જવુ પડ્યુ છે. શુક્રવારે તેની ક્લબ મિડલસેક્સ ક્રિકેટે આ વાતની પુષ્ટિ કરી હતી. 34 વર્ષીય પેસર બોલરને રેડલેટમાં ગ્લુસેસ્ટરશાયર સામે રોયલ લંડન કપમાં મિડલસેક્સ તરફથી રમતી વખતે ઈજા થઈ હતી. જે બાદ તેને મેદાન છોડવાની ફરજ પડી હતી. મિડલસેક્સે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે, 21 ઓગસ્ટના રોજ રોયલ લંડન વન ડે કપ મેચ દરમિયાન ઉમેશને હેમસ્ટ્રિંગમાં તાણ આવી હતી અને તે સારવાર માટે ભારત પરત ફર્યો છે.
ઈજાગ્રસ્ત ઉમેશ યાદવ : ભારતનો ઝડપી બોલર ઉમેશ યાદવ ઈંગ્લિશ કાઉન્ટી ટીમ મિડલસેક્સ માટે ગ્લુસેસ્ટરશાયર સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હવે તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર લઈ રહ્યો છે. મિડલસેક્સ અનુસાર, BCCIએ તેને કહ્યું છે કે, તે હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નથી અને ચાર દિવસીય મેચની જવાબદારી સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી. આવી સ્થિતિમાં, સાવચેતીના પગલા તરીકે, તેમને મેદાનમાં ઉતારવા માટે કોઈ ઉતાવળ નહીં થાય.