નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાથની ઈજાના કારણે રવિવારથી બાંગ્લાદેશ સામે શરૂ થઈ રહેલી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.(MOHAMMED SHAMI will not play one day) તેના સ્થાને ઉમરાન મલિકને સામેલ કરવામાં આવ્યો છે, જેણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ડેબ્યૂ કર્યું હતું. શમી 14 ડિસેમ્બરથી ચિત્તાગોંગમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ રમી શકશે નહીં. મોહમ્મદ શમીને હાથમાં ઈજા થઈ છે, જેના કારણે તેને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો નથી. હાલમાં તે NCA, બેંગલુરુ ખાતે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
મેચ જીતવી જરૂરી:33 વર્ષીય બંગાળનો સ્પીડસ્ટર આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ભારતની ODI ટીમનો અભિન્ન ભાગ છે. જો શમી ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે તો કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ચિંતા થશે. કારણ કે જૂનમાં ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા માટે ભારતને દરેક મેચ જીતવી જરૂરી છે. સૂત્રએ કહ્યું, "જો શમી ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ જશે તો ભરકનું પેસ આક્રમણ નબળું પડી જશે." શમીએ ટેસ્ટ ક્રિકેટમાં 60 મેચમાં 216 વિકેટ લીધી છે.