ન્યૂઝ ડેસ્ક: ભારત માટે સ્મૃતિ મંધાના, પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાએ બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે રાજેશ્વરી ગાયકવાડે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ભારતે 7 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના, પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાની અડધી સદીની ઇનિંગ્સ ભારતને આ સ્કોર સુધી લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ડાયના અને ફાતિમાએ 1-1 વિકેટ લીધી
ભારતીય ટીમ તરફથી મંધાના (52), દિપ્તી શર્મા (40), પૂજા વસ્ત્રાકર (67) અને સ્નેહ રાણાએ (53) સૌથી વધુ રન બનાવ્યા હતા.બીજી તરફ પાકિસ્તાન તરફથી નિદા અને નશરાએ 2-2 જ્યારે અનમ, ડાયના અને ફાતિમાએ 1-1 વિકેટ લીધી હતી. આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો:આજથી મહિલા વર્લ્ડ કપ 2022ની શરૂઆત, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો
લક્ષ્ય નક્કી કરીશું અને તેમના પર દબાણ બનાવીશું : મિતાલી રાજ
ભારતીય કેપ્ટન મિતાલી રાજે કહ્યું કે, "અમે બેટિંગ કરીશું. બેટિંગ કરવા માટે આ સારી વિકેટ છે. અમે લક્ષ્ય નક્કી કરીશું અને તેમના પર દબાણ બનાવીશું. અમે ત્રણ ઝડપી બોલર અને ત્રણ સ્પિનરો રમીશું. અમે ક્લીન સાથે રમીશું." અમે ટુર્નામેન્ટમાં એકસાથે પ્રવેશવા માંગીએ છીએ, અમે છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, અમે તેને આગળ લઈ જવા માંગીએ છીએ. વર્લ્ડ કપમાં (Women World Cup 2022) સારો દેખાવ કરવાની ભૂખે મને આગળ ધપાવી છે.