ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયામાં રમશે ડે-નાઇટ મેચ, BCCIએ કરી જાહેરાત - Day-night Test

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પ્રથમ ગુલાબી બોલ મેચ રમશે. ભારતીય મહિલા ટીમની આ પહેલી ડે-નાઇટ ટેસ્ટ હશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે ગુરુવારે માહિતી આપી હતી.

ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયામાં રમશે ડે-નાઇટ મેચ
ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયામાં રમશે ડે-નાઇટ મેચ

By

Published : May 20, 2021, 12:29 PM IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પોતાની પહેલી ગુલાબી બોલ ટેસ્ટ રમશે
  • 2017માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ગુલાબી બોલ ટેસ્ટ રમાઇ હતી
  • ભારતીય મહિલા ટીમે 2014માં પોતાની છેલ્લી મેચ રમી હતી

ન્યુ દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પોતાની પહેલી ગુલાબી બોલ ટેસ્ટ રમશે. આ ભારતીય મહિલા ટીમની પહેલી ડે-નાઇટ ટેસ્ટ હશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ગુરુવારે આ માહિતી આપી હતી.

આ પણ વાંચોઃICC મહિલા T-20 વર્લ્ડકપ: મંધાના અને શેફાલીની બોલિંગથી ડર લાગે છે: મેગન સ્કટ

મહિલા ક્રિકેટના ઇતિહાસમાં અત્યારસુધી એક જ ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમાઇ હતી

મહિલા ક્રિકેટના ઇતિહાસમાં અત્યારસુધી ફક્ત એક ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમવામાં આવી હતી. 2017માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ગુલાબી બોલ ટેસ્ટ રમાઇ હતી. આ મેચ ડ્રો થઇ હતી.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ગુલાબી બોલથી પોતાની પહેલી ડે-નાઇટ મેચ રમશે

જય શાહે કહ્યું હતું કે, આ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટેનો ભારતની રણનીતિનો ભાગ છે. શાહે ટ્વિટર પર લખ્યું હતું કે, મને આ જાહેરાત કરતા ઘણી ખુશી થઇ રહી છે કે ટીમ ભારતીય આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ગુલાબી બોલથી પોતાની પહેલી ડે-નાઇટ મેચ રમશે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ 16 જૂનથી એકમાત્ર ટેસ્ટ મેચ રમશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જઇ રહી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ 16 જૂનથી એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. ભારતીય મહિલા ટીમે 2014માં પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ ત્રણ-ત્રણ મેચની વનડે અને ટી20 સીરીઝ રમશે.

ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે

ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી મેચ 2006માં રમી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય મહિલા ટીમ ટી20 અને વનડે સીરીઝ પણ રમશે. જો કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસની તારીખોની જાહેરાત થવાની હજુ બાકી છે. આ સપ્ટેમ્બરના મધ્યમાં થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃમહિલા વિશ્વ કપ 2020 નો કાર્યક્રમ જાહેર, ભારતનો પહેલો મૅચ ક્વોલીફાયર ટીમ સાથે

આવો છે ભારત-ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

ભારતીય મહિલા ટીમ અત્યારસુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઇ મેચ જીતી શકી નથી. બન્ને ટીમ વચ્ચે અત્યારસુધી કુલ 9 ટેસ્ટ મેચ થઇ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 4 મેચ જીતી અને 5 મેચ ડ્રો થઇ હતી. ભારતે 1977માં પર્થના મેદાનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની પહેલીવાર ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ 1983-84માં ભારતીય ટીમે પોતાની ધરતી પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સીરિઝ કમી હતી. પછી 1990-91માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ત્રણ ટેસ્ટ મેચ સીરીઝ રમી હતી. આ પછી 2006માં છેલ્લીવાર બન્ને ટીમ ટેસ્ટ મેચ રમી હતી.

ABOUT THE AUTHOR

...view details