હોવ : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઓપનર સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીતની અડધી સદીના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે અહીં પ્રથમ મહિલા વનડે (First Womens ODI in England) માં ઈંગ્લેન્ડ (Indian women team beat England) ને હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે (Indian Women Cricket Team) ઈંગ્લેન્ડને 1 1થી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડના 227 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની સ્મૃતિએ 99 બોલમાં 91 રન બનાવ્યા હતાં. જેમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે હરમનપ્રીતે 94 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ 47 બોલમાં 50 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગોનો સમાવેશ થાય છે.
ઈંગલેન્ડમાં મહિલા વનડે : ભારતે 34 બોલ બાકી હતા અને ત્રણ વિકેટે 232 રન બનાવીને સરળતાથી જીત મેળવી લીધી હતી. સ્મૃતિએ યાસ્તિકા સાથે બીજી વિકેટ માટે 96 અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી, જેના કારણે ભારતને લક્ષ્ય હાંસલ કરવામાં વધારે મુશ્કેલી ન પડી. અગાઉ અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સીરીજની પ્રથમ મેચમાં પ્રભાવિત કર્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડની મહિલા ટીમ નીચલા મધ્યમ ક્રમના બેટ્સમેનોના સારા પ્રદર્શનને કારણે સાત વિકેટે 226 રન બનાવવામાં સફળ રહી હતી.
ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ : એલિસ ડેવિડસન રિચર્ડ્સે 61 બોલમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે ડેની વોટે 50 બોલમાં 43 રન બનાવ્યા હતા અને સોફી એક્લેસ્ટોને 31 રન બનાવી ઈંગ્લેન્ડ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ચાર્લી ડીને છેલ્લે 21 બોલમાં 24 રન બનાવ્યા હતા.