- ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવ્યું
- 2 વિકેટથી ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
- ઝુલન ગોસ્વામીએ નવી સિદ્ધિ હાંસલ કરી
દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટે હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ક્લીન સ્વીપથી બચી ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમે છેલ્લી 26 વનડેમાંથી ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની જીતનો સિલસિલો પણ તોડી નાખ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયન ટીમ પાસેથી 265 રનનો લક્ષ્યાંક આઠ વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. આ મેચથી પોતાની કારકિર્દીમાં નવો રેકોર્ડ સ્થાપનાર ઝુલન ગોસ્વામીએ પ્રથમ બોલથી નવી સિદ્ધિ હાંસલ કરી હતી. નવો ઈતિહાસ રચતા ઝુલાને પોતાની કારકિર્દીમાં 600 વિકેટ પૂરી કરી. આ પછી, તેણે બેટિંગમાં વિનિંગ શોટ લગાવીને કાંગારૂઓનું 26 મેચનું વિજેતા અભિયાન બંધ કરી દીધું.
આ પણ વાંચો : Cyclone Gulab: "ગુલાબ" ચક્રવાતમાં 2 માચ્છી મારના મોત, નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશ અને ઓડીસાના CMને મદદની આપી ખાતરી