કેપટાઉનઃભારતીય ટીમને જોહાનિસબર્ગમાં મળેલી હારને ભૂલીને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત સિરીઝ જીતવાના(win the series for the first time) ઉદ્દેશ્ય સાથે ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચની તાલીમ શરૂ કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) એ ભારતીય ટીમની તસવીર સાથે ટ્વિટ કર્યું, "અમે અહીં સુંદર કેપટાઉનમાં છીએ, ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટ માટેની તૈયારીઓ પણ શરૂ કરી(INDIAN TEAM STARTS PRACTICE AHEAD OF 3RD TEST) દીધી છે."
સિરીઝ જીતવા ટીમ ઇન્ડીયા ઉતરશે મેદાને
ત્રણ મેચની સિરીઝ હાલમાં બન્ને ટીમો 1-1 થી બરાબર છે, બન્ને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 11થી 15 જાન્યુઆરી દરમિયાન રમાશે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરી રહેલી ટીમ ભારત સેન્ચુરિયન ખાતેની પ્રથમ મેચમાં 113 રને જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ જોહાનિસબર્ગ ખાતેની બીજી ટેસ્ટમાં તેને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.