ઈન્દોરઃઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ODIમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવીને શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમની વર્લ્ડ કપ 2023માં વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની આશાઓ આસમાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમના લગભગ તમામ બેટ્સમેનો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. બીજી વનડેમાં ભારતે શ્રેયસ અય્યરના 105, શુભમન ગિલ 104, સૂર્યકુમાર યાદવના 72 અને કેએલ રાહુલના 52 રનની મદદથી 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને વરસાદના વિક્ષેપ બાદ 33 ઓવરમાં 317 રન બનાવવા પડ્યા હતા, પરંતુ કાંગારૂ બેટ્સમેનો 217 રનમાં સમેટાઈ ગયા હતા. આ જીત સાથે ભારતીય ટીમે 6 અલગ અલગ માઈલસ્ટોન હાંસલ કર્યા છે.
ગિલે ઘણા રેકોર્ડ બનાવ્યાઃ શુભમન ગિલે 104 રનની ઇનિંગ રમીને શિખર ધવનને પાછળ છોડી દીધો. ગિલે 35 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 6 સદી ફટકારી છે. આ પહેલા શિખર ધવને તેની 6 સદી પૂરી કરવા માટે 46 ODI ઇનિંગ્સ રમી હતી. ગિલે વધુ એક સિદ્ધિ પણ હાંસલ કરી છે. ગીલે 1 વર્ષમાં 5 વનડે સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને સચિન તેંડુલકર આ કરી ચુક્યા છે. શુભમન ગિલ 24 વર્ષની વયે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બની ગયો છે. ગિલ પહેલા સચિન તેંડુલકરના નામે 24 અને વિરાટ કોહલીના નામે 24 વર્ષની ઉંમરમાં 19 સદી છે.
સૂર્યકુમાર યાદવે ઝડપી અડધી સદી ફટકારીઃ આ મેચમાં સૂર્યકુમાર યાદવે 24 બોલમાં અડધી સદી ફટકારી હતી. આમ કરીને તે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય દ્વારા સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. સાથે જ ભારતે શ્રેણી જીતીને એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ પર 51 દ્વિપક્ષીય શ્રેણી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે, જે અત્યાર સુધી કોઈ ટીમે કરી નથી.