નવી દિલ્હી : ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર આ દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણીની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. શ્રેયસને પીઠમાં ઈજાની ફરિયાદ છે. અય્યર તાજેતરમાં જ ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ઈજામાંથી બહાર આવવા માટે તેને રિહેબમાં વધુ સમય વિતાવવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હવે શિખર ધવને શ્રેયાર અય્યર સાથેનો એક વીડિયો શેર કરીને શુભ સંકેત આપ્યા છે.
શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો :ભારતીય ટીમના બેટ્સમેન શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શ્રેયસ અય્યર શિખર ધવન સાથે 'બેબી કેલમ ડાઉન' ગીત પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે 5 હજાર લોકોએ કોમેન્ટ કરી છે. બંનેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો દ્વારા શ્રેયસે તેની ફિટનેસનો પણ સંકેત આપ્યો છે. વીડિયોમાં અય્યર ફિટ દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. શ્રેયસની ટીમમાં વાપસીથી મિડલ ઓર્ડર મજબૂત થશે.