નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 1 રનથી જીતી મેળવી હતી. આ માટે દિગ્ગજ ક્રિકેટરો ન્યુઝીલેન્ડની ટીમને શુભકામનાઓ આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, રવિચંદ્રન અશ્વિન, દિનેશ કાર્તિક સહિત ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ન્યૂઝીલેન્ડ ટીમના વખાણ કર્યા છે.
ઇંગ્લેન્ડને 1 રને હરાવ્યું:ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 1 રને હરાવીને જીત હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં તેઓ 256 રનમાં જ ઓલઆઉટ થઈ ગયા હતા. ઇંગ્લેન્ડને છેલ્લી વિકેટ પર જીત માટે 6 રનની જરૂર હતી, પરંતુ જેમ્સ એન્ડરસન 256 સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આ રીતે ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ સામે માત્ર 1 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
NZ Beat England By One Run Thriller: ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 1 રનથી જીતનારી બીજી ટીમ બની ન્યૂઝીલેન્ડ
સૌથી ઓછા માર્જિનથી જીતીનો ઈતિહાસ:ન્યૂઝીલેન્ડની ટીમે આ મેચ સૌથી ઓછા માર્જિનથી જીતીને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ ઘણી રોમાંચક રહી હતી. ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડનું પ્રદર્શન જોઈને સોશિયલ મીડિયા પર ટ્વિટનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, દિનેશ કાર્તિક અને આર અશ્વિન સહિત ઘણા ખેલાડીઓ ન્યૂઝીલેન્ડના શાનદાર પ્રદર્શન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિરેન્દ્ર સેહવાગે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે કે 'ક્રિકેટનું ટેસ્ટ ફોર્મેટ સર્વશ્રેષ્ઠ છે'. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ ઘણી રોમાંચક રહી છે. ન્યૂઝીલેન્ડ માટે આ મહાન જીત.
Indian Premier League : IPLમાં ઋષભ પંતની જગ્યાએ આ બે ખેલાડીઓમાંથી એકને મળી શકે છે તક, જાણો તેમના નામ
ક્રિકેટરોએ પાઠવ્યા અભિનંદન: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડ ટીમની જીત પર સતત ત્રણ ટ્વીટ કરીને ન્યૂઝીલેન્ડની ટીમના વખાણ કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે 'વાહ શું ટેસ્ટ મેચ'. આ સિવાય ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ ટ્વિટ કર્યું છે. કાર્તિકે ટ્વીટ કરીને લખ્યું છે કે આ મેચ ખૂબ જ શાનદાર હતી. મેચ પુરી થયા બાદ કિવી ટીમના ચહેરા પર સ્મિત છવાઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન રોસ ટેલરે ટ્વીટ કર્યું છે કે ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની જીત શું હતી'. ટ્વીટ શેર કરતા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને લખ્યું કે, 'ક્રિકેટ કારકિર્દીની અતુલ્ય રમત રહી છે, ક્રિકેટનું સૌથી મોટું ફોર્મેટ ફરી ચમક્યું છે.'