નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે રમનાર ક્રિકેટર રવિકાંત શુક્લા છેતરપિંડીનો શિકાર બન્યો છે. રવિકાંતે યઝદાન બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે લગભગ 71 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે. ક્રિકેટરે યઝદાન બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
બિલ્ડર વિરુદ્ધ કેસ:રવિકાંત શુક્લાએ રાયબરેલીના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં યઝદાન બિલ્ડર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું કે યઝદાન બિલ્ડરે એલડીએના નિયમો અનુસાર એપાર્ટમેન્ટ બનાવ્યું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે આ એપાર્ટમેન્ટ ગેરકાયદેસર રીતે જમીન પર બાંધવામાં આવ્યું હતું. જેના કારણે એલડીએએ ડિસેમ્બરમાં એપાર્ટમેન્ટને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યું હતું.
આ પણ વાંચો:Karnataka Crime News: ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ વ્યક્તિએ પણ આત્મહત્યા કરી લીધી
બે ફ્લેટ બુક કરાવ્યા:આ પછી, જ્યારે ક્રિકેટરે યઝદાન બિલ્ડર પાસેથી તેના 71 લાખ રૂપિયા પાછા માંગ્યા તો તેણે તેને તેના પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેણે યઝદાન બિલ્ડરના પ્રાગ નારાયણ રોડ અલયા હેરિટેજ એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો છે કે 7 લોકોએ તેની સાથે 71 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેણે આ કેસની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે.
આ પણ વાંચો:Surat Suicide Case : ઓડિશાના યુવકે ચોથા માળેથી લગાવી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ અકબંધ
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે:35 વર્ષીય રવિકાંત મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીનો છે. ઈન્સપેક્ટર-ઈન્ચાર્જ હઝરતગંજ અખિલેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, રવિકાંત હાલમાં લખનૌના હઝરતગંજના ડાલીબાગ વિસ્તારમાં બટલર રોડ પર કેકે એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં યઝદાન બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ આપી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, પોલીસ આ અંગે ખાસ કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ બિલ્ડર માટે આવા કેસ આ પહેલા પણ સામે આવી ચૂક્યા છે. ખાસ કરીને જ્યારે જગ્યા સારી હોય ત્યારે અવારનવાર આવા કિસ્સાઓ બની રહે છે. જેમાં કોઈ જાણીતી હસ્તી ફસાય ત્યારે એમાં મામલો મોટો બનતો હોય છે.