હૈદરાબાદ:ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ 78, શ્વેતા સેહરાવતે 74 અને વિકેટકીપર રિશા ઘોષે 49 રન બનાવ્યા હતા. શ્વેતા અને શેફાલીએ પણ યજમાન દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતની કેપ્ટન શેફાલી વર્માએ ટીમ ઈન્ડિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. તેણે માત્ર 34 બોલમાં 229ના સ્ટ્રાઈક રેટથી 78 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 4 સિક્સર અને 12 ફોર પણ ફટકારી હતી. તેણે ઓપનર શ્વેતા સેહરાવત સાથે શરૂઆતી વિકેટ માટે 8.3 ઓવરમાં 111 રન જોડ્યા હતા.
10 ચોગ્ગા ફટકાર્યા: દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 92 રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર શ્વેતા સેહરાવતે UAE સામે પણ ફિફ્ટી ફટકારી હતી. શ્વેતાએ 49 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શેફાલીના આઉટ થયા બાદ શ્વેતાએ વિકેટકીપર રિચા ઘોષ સાથે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. રિશા 29 બોલમાં 49 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 2 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ સિવાય ગોંગડી ત્રિશાએ 5 બોલમાં 11 રન અને સોનિયા મેંધિયાએ 2 રન બનાવ્યા હતા. UAE તરફથી ઈન્ધુજા નંદકુમાર, માહિકા ગૌર અને સમાયરા ધરનીધારકાએ 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો:Indian Wrestling Federation: ભારતીય રેસલિંગ ફેડરેશનના વિરોધમાં બજરંગ પુનિયા અને સાક્ષી મલિક