પોર્ટ ઓફ સ્પેનઃઆજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ સતત 9મી શ્રેણી જીતવાના ઈરાદા સાથે આજે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાનમાં ઉતરશે. ટીમ છેલ્લી 8 ટેસ્ટ મેચોની શ્રેણી જીતવાનો રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે અને ભારતીય ક્રિકેટ ટીમ બીજી શ્રેણી જીતી શકે. હાલમાં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ જાળવી રહી છે.
બીજી ટેસ્ટ મેચ ઘણી રીતે યાદગાર: ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે ક્વીન્સ પાર્ક ઓવલ મેદાનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ઘણી રીતે યાદગાર બની શકે છે. કારણ કે આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેની 500મી ઈન્ટરનેશનલ મેચ રમવા જઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચે આ 100મી ઐતિહાસિક ટેસ્ટ મેચ બનવા જઈ રહી છે.
રોહિત શર્માએ આ અંગે સ્પષ્ટ સંકેતો આપ્યા: ટીમોમાં ફેરફાર વિશે એવું માનવામાં આવે છે કે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની બેટિંગ અને બોલિંગમાં ચોક્કસપણે 1 કે 2 ફેરફાર કરશે, પરંતુ ભારતીય ઈલેવનમાં ફેરફારની શક્યતા લગભગ નહિવત છે. કારણ કે મેચના 2 દિવસ પહેલા જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ અંગે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ડોમિનિકાની જેમ જો અહીં પણ સ્પિનરો માટે મદદરૂપ પિચ બનાવવામાં આવે તો ભારત બદલાવ લાવી શકે છે. ભારતીય ટીમમાં ઉનડકટ કે શાર્દુલ ઠાકુરની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે.