નવી દિલ્હીઃ 27 જુલાઈથી 1 ઓગસ્ટની વચ્ચે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે મેચોની સિરીઝ રમાશે. આ માટે વેસ્ટ ઈન્ડિઝે પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે, જ્યારે ભારતની ટીમ વન ડે મેચ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. વન ટીમમાં સામેલ કેટલાક ખેલાડીઓને તક મળશે, જ્યારે કેટલાક વન-ડે મેચ ન રમી શકવાના કારણે નિરાશ થઈ શકે છે.
પ્રથમ વનડે 27 જુલાઈએ રમાશે:ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે 27 જુલાઈએ રમાશે. આ મેચમાં ઓપનિંગ જોડીની સાથે ટીમમાં વિકેટ કીપર અને ફાસ્ટ બોલરોના સમાવેશને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. તો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીઓ સામેલ થઈ શકે છે.
ઓપનિંગ જોડી કઈ રહેશે: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડેમાં શુભમન ગિલ રોહિત શર્માની ઓપનિંગ જોડી જોવા મળશે. આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને બહાર બેસવું પડી શકે છે, કારણ કે શુભમન ગીલે છેલ્લી કેટલીક વનડેમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની સારી બેટિંગ કરી છે.
કોહલી અને સૂર્યકુમાર રમશે: બીજી તરફ મિડલ ઓર્ડરની બેટિંગ પર નજર કરીએ તો ત્રીજા નંબર પર વિરાટ કોહલી નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે ચોથા નંબર પર ભારતીય ટીમ મેનેજમેન્ટ સૂર્યકુમાર યાદવને તક આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે સૂર્યકુમાર યાદવને ટી-20 મેચની સાથે એશિયા કપ અને વર્લ્ડ કપ 2023ની ટીમમાં પણ સામેલ કરી શકાય છે. ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરના સ્થાને તેને તક મળી છે. આવી સ્થિતિમાં તે આ તકનો લાભ ઉઠાવવા પણ ઈચ્છશે.
ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે: ટીમનો વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા 5મા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે, જ્યારે છઠ્ઠા નંબર પર વિકેટ કીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસનનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો છે, જે ફિનિશરની ભૂમિકા સારી રીતે ભજવે છે. આ સાથે જ ઈશાન કિશન પણ ટેસ્ટ મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને દાવેદાર બની ગયો છે.
ટીમમાં 8મા નંબર સુધી બેટિંગ ઓર્ડર:ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 7મા નંબરે દેખાશે. બીજી તરફ જો અન્ય સ્પિનરને તક મળે છે તો તેનો સાથી અક્ષર પટેલ પણ ટીમમાં સામેલ થઈ શકે છે. બોલિંગની સાથે તે સારી બેટિંગ પણ કરે છે. આ સાથે ભારતીય ટીમમાં 8મા નંબર સુધી બેટિંગ મજબૂત જોવા મળશે.
3 ફાસ્ટ બોલરોનો સમાવેશ: આ સિવાય ભારતીય ટીમમાં 3 ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે, જેમાં મોહમ્મદ સિરાજની સાથે ઉમરાન મલિક અને શાર્દુલ ઠાકુર પણ રમે તેવી શક્યતા છે. શક્ય છે કે મજબૂત બેટિંગ ઓર્ડરને જોતા શાર્દુલ ઠાકુરની જગ્યાએ મુકેશ કુમારને અજમાવવામાં આવે.
ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર) અથવા ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અથવા મુકેશ કુમાર, મલિક ઉમરાન, મલિક.
આ પણ વાંચો:
- INDA vs PAKA Final : ભારતને હરાવી પાકિસ્તાનનો ઇમર્જિંગ એશિયા કપ પર કબ્જો, તૈયબ તાહિરની તોફાની સદી
- IND vs WI 2nd Test : બીજી ટેસ્ટમાં ભારતે આપ્યો વેસ્ટ ઈન્ડિઝને 365 રનનો ટાર્ગેટ, વરસાદ બની શકે છે વિલન