લોડરહિલ:ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શનને કારણે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 મેચની T20I શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે પાંચમી અને અંતિમ T20I મેચમાં ભારતને 8 વિકેટે હરાવી શ્રેણી 3-2થી જીતી લીધી હતી. આ રીતે વેસ્ટ ઈન્ડિઝે 2017 પછી ભારત સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ સિરીઝ જીતી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગઃભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 મેચની T20I શ્રેણીની છેલ્લી મેચ રમાઈ હતી. આ નિર્ણાયક મેચમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેણીની નિર્ણાયક મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 165 રન બનાવ્યા હતા.
ઓપનિંગ જોડી ફ્લોપ રહીઃ ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 61 રન અને તિલક વર્માએ 27 રન બનાવ્યા હતા. સૂર્યા સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. ભારતની શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડી પણ કંઈ કરી શકી ન હતી અને સસ્તામાં પેવેલિયન પરત ફરી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે ઝડપી બોલર રોમારિયો શેફર્ડે 4 ઓવરમાં 31 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ભારતીય બોલરો ફ્લોપ પ્રદર્શનઃ આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે ઝડપી શરૂઆત કરી અને કિંગ (55 બોલ) અને વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન 47 રન બનાવ્યા હતા. બીજી વિકેટ માટે 72 બોલમાં 107 રનની ભાગીદારી કરી હતી. 2 ઓવર બાકી રહેતા 2 વિકેટે 171 રન બનાવીને જીત મેળવી હતી. અર્શદિપ સિંહ અને તિલક વર્માને 1-1 વિકેટ મળી હતી.
આ પણ વાંચોઃ
- Asian champions trophy 2023 Final: ફાઇનલમાં મલેશિયાને 4-3થી હરાવીને ભારત ચોથી વખત ચેમ્પિયન બન્યું
- Nine fixtures For ICC WC 2023 Date : વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યુલ જાહેર, જાણો કેટલી મેચોની તારીખ બદલાઈ
- Asia Cup 2023 : એશિયા કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, ફહીમ અશરફની 2 વર્ષ પછી ટીમમાં વાપસી