નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી ત્રણ મેચની (India vs Sri Lanka )વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. રોહિત શર્મા આ સિરીઝમાં ટીમની કપ્તાની કરશે. પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના બાલાસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પછી બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં ભારતનો હાથ ઉપર છે.ભારતીય ટીમે ચાર મેચ જીતી છે જ્યારે શ્રીલંકાની ટીમ માત્ર એક મેચ જીતી શકી છે.
શ્રીલંકામાં પણ પ્રભુત્વ:ભારતનોદબદબો વનડેમાં પણ ભારત હંમેશા શ્રીલંકા પર પ્રભુત્વ ધરાવે છે. ઘરઆંગણે રમાયેલી 51 (first One day 10th January Guwahati Rohit Sharma )મેચોમાંથી ભારતે 36માં જીત મેળવી છે. શ્રીલંકાની ટીમે 12 મેચ જીતી છે, જ્યારે ત્રણ મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ભારત માત્ર ઘરઆંગણે જ નહીં પરંતુ શ્રીલંકામાં પણ પ્રભુત્વ ધરાવે છે. બંને ટીમો વચ્ચે 64માંથી 30 મેચમાં ભારતે જીત મેળવી છે. શ્રીલંકાએ 28 મેચ જીતી છે અને છ મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
આ પણ વાંચો:તમે જેટલું દબાણ કરશો તેટલું સારું તમે રમી શકશોઃ સૂર્યા