મોહાલી:IS બિન્દ્રા પીસીએ સ્ટેડિયમમાં (IS Bindra PCA Stadium) શનિવારે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના (IND vs SL 1st Test) બીજા દિવસે લંચ બ્રેક સુધી ટીમે 112 ઓવરમાં 468 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધી, ભારતે 85 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 357 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો:IND vs SL : પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટે 192 રન બનાવ્યા
ટીમે બીજા દિવસે એક વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડમાં 111 રન ઉમેર્યા
ટીમે બીજા દિવસે એક વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડમાં 111 રન ઉમેર્યા હતા. જાડેજા (45) અને અશ્વિન (10) પ્રથમ દિવસની રમતના અંત સુધી ક્રિઝ પર હાજર હતા. બીજા દિવસે બંને બેટ્સમેનોએ રમતની શરૂઆત કરી. આ દરમિયાન જાડેજા પોતાની ટેસ્ટ સદી રમી રહ્યો છે, તેણે 166 બોલમાં દસ ચોગ્ગાની મદદથી 102 રન બનાવ્યા. આ સાથે જ અશ્વિને અડધી સદી સાથે 61 રનની ઇનિંગ રમી હતી અને બોલર લકમલની ઓવરમાં કેચ આઉટ થયો હતો.