જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચમાં (India vs South Africa 2nd Test) જીત ભારતના હાથથી ચોથા દિવસે સરકી ગઈ હતી. જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાએ 67.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા અને ભારતને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીતની સાથે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં સાઉથ આફ્રિકાએ 1-1ની બરાબરી (India vs South Africa 2nd Test) કરી લીધી છે. આપને જણાવી દઈએે કે, ભારતીય ટીમે પહેલી ટેસ્ટ જીતી હતી. આ મેચના હીરો કેપ્ટન ડીન એલ્ગર (Captain Dean Elgar of South Africa) રહ્યા હતા. તેમણે બીજી ઈનિંગમાં 188 બોલમાં 10 ચોગ્ગાની સાથે 96 રન બનાવ્યા હતા. ટેમ્બા બાવુમાએ 45 બોલમાં 3 ચોગ્ગાની સાથે 23 રન બનાવ્યા હતા.
જોહાનિસબર્ગમાં વાંડરર્સના મેદાન પર પહેલી વખત સાઉથ આફ્રિકાએ ભારતને હરાવ્યું
સાઉથ આફ્રિકાએ જોહાનિસબર્ગમાં વાંડરર્સના મેદાન પર પહેલી વખત ભારતીય ટીમને ટેસ્ટ મેચમાં (India's first defeat in Johannesburg) હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાને 29 વર્ષ પછી જોહાનિસબર્ગમાં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, બીજી ટેસ્ટમાં ચોથા દિવસે શરૂઆતી 2 સેશન વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. સાઉથ આફ્રિકાને જીતવા માટે 240 રનનો લક્ષ્યાંક હતો, જેને તેમણે ડીન એલ્ગરની બેટિંગના કારણે ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ડીન એલ્ગરે પહેલી વિકેટ માટે એડન માર્કરમની સાથે 47 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે માર્કરમ (31 રન)ને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી.