નવી દિલ્હી: 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા 2023 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં પાકિસ્તાન સામે રમશે. ESPNcricinfo અનુસાર, ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ મુલતાનમાં રમાશે, જેમાં યજમાન પાકિસ્તાનનો સામનો નેપાળ સાથે થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં યોજાશે.
ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં:એશિયા કપ કુલ 6 ટીમો ભાગ લેશે અને આ ટુર્નામેન્ટમાં 13 મેચ રમાશે, જે તમામ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારત અને નેપાળની સાથે પાકિસ્તાન ગ્રુપ Aમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ Bમાં છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર ફોર સ્ટેજ માટે ક્વોલિફાય થશે અને આ સ્ટેજમાંથી ટોપ બે ટીમો ફાઇનલમાં જશે.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન:એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ 7 વખત ચેમ્પિયન રહી છે અને શ્રીલંકાએ 6 વખત ખિતાબ જીત્યો છે. ભારત છેલ્લે 2018માં જીત્યું હતું. અગાઉ 2016માં પણ ટાઈટલ કબજે કર્યું હતું. શ્રીલંકાએ એશિયા કપ 2022ની ફાઇનલમાં જીત મેળવી હતી. જો પાકિસ્તાનની વાત કરીએ તો, તે 2 વખત ચેમ્પિયન બની ચૂક્યું છે.