નવી દિલ્હી: ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત કરશે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થશે. આ ગ્રાઉન્ડ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2023માં ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. શેડ્યૂલ જાહેર થયા બાદ હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છે. ભારત અને પાકિસ્તાન કયા દિવસે ટકરાશે તે જાણવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક છે.
ભારતના મુકાબલા:આ વર્લ્ડ કપમાં ભારત લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં શરૂઆત કરશે. ભારતની બીજી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારત 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયા તેની ચોથી મેચ બાંગ્લાદેશ સામે 19 ઓક્ટોબરે પુણેમાં રમશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચમી મેચ 22 ઓક્ટોબરે ધર્મશાલા મેદાનમાં રમાશે. ભારતની છઠ્ઠી મેચ 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે થશે. ભારત 2 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2 રમશે. આ સિવાય ભારત 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. 11 નવેમ્બરે ભારત બેંગલુરુમાં ક્વોલિફાયર 1 રમશે.